મેનોપોઝ
૪૦ વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીએ એવા કયા કયા રિપોર્ટ કે એવા કયા કયા ઇન્વેસ્ટિગેશન કરાવવા જોઈએ, જેની મદદથી તે 70 વર્ષની ઉંમર સુધી તે સ્વસ્થ અને ઉમદા જીવન જીવી શકે ચાલો જાણીએ
ગાયનેક ચેકઅપ દર બે વર્ષે ૪૦ વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રિઍ ગાયનેક ચેકઅપ કરાવવું જરુરી છે.
તમે ગાયનેક ચેકઅપ કરાવો તેમાં તમારા ગર્ભાશયની લગતી અંદરની ચામડીને લગતી અંડપિંડ અથવા કોઈપણ પ્રકારની નવી બીમારી જેમ કે કોઈ ગાંઠ થવી અંદર માસિકનું જમા થવું વગેરે પ્રકારની દરેક મુશ્કેલી ને ગાયનેક જણાવી શકે છે, સાથે સાથે તમને વ્યવસ્થિત પ્રકારની નિદાન અને ઉપચાર આપી શકે છે માટે દરેક સ્ત્રીએ ૪૦ વર્ષની ઉંમર પછી ગાયનેક ચેકઅપ કરાવવું જરૂરી છે.
દર બે વર્ષે ૪૦ વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીએ સોનોગ્રાફી અને મેમોગ્રાફી કરાવવી જોઈએ બ્રેસ્ટ ની સોનોગ્રાફી અને મેમોગ્રાફી દર બે વર્ષે કરાવવી જરૂરી છે. ભારતની અંદર સૌથી વધારે બ્રેસ્ટ કેન્સર ના કેસ આપણને જોવા મળે છે સાથે સાથે બ્રેસ્ટ ને લગતી અલગ-અલગ બીમારીઓ જેમ કે અંદર ગાઠ થવી તેમાંથી પાણી આવવું વગેરે પ્રકારની સમસ્યાઓ આપણને જાણવા મળે છે આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે દર બે વર્ષે સોનો મેમોગ્રાફી કરાવવી જોઇએ અને તમારા ગાયનેક ને રિપોર્ટ બતાવો જોઈએ.
પેપ સ્મિયર એટલે ગર્ભાશયના મુખ ની ચામડી ની તપાસ માટે મોકલવી ગર્ભાશયના મુખની ચામડી ની તપાસ એટલા માટે જરૂરી છે કે આવનારા સમયમાં ગર્ભાશયના મુખ ને લગતી. કોઈ પણ બીમારી અથવા મોટી બીમારી જેમકે કેન્સરને તમે ખૂબ જ જલ્દી નિદાન કરી શકો છો ભારતમાં ગર્ભાશયના મુખના કેન્સર ના ખૂબ જ કેસ જોવા મળે છે જેમાં સ્ત્રીઓની unhygienic એટલે કે વ્યવસ્થિત સાફ સફાઈ ના રાખવી અથવા પછી સારી મેડીકલ સગવડ ના મળવી આ બધી તકલીફો જવાબદાર હોય છે માટે દરેક સ્ત્રીએ ૪૦ વર્ષની ઉંમર પછી દર બે વર્ષે પેપ સ્મિયર નો ટેસ્ટ કરાવવો જોઇએ આ ખૂબ જ સારો ટેસ્ટ છે જેમાં તમારે ડોક્ટરની પાસે જવાનું હોય છે એ જ ડોક્ટર બાયોપ્સી લઈને લેબોરેટરીમાં મોકલી આપે છે જેનો રિપોર્ટ તમને ત્રણથી પાંચ દિવસમાં મળી જાય છે આ રિપોર્ટની મદદથી તમે અત્યારે જ નહીં પરંતુ આવનારા 10 વર્ષની તકલીફનું પણ નિદાન કરી શકો છો અને કેન્સરને રોકી શકો છો માટે દરેક સ્ત્રીએ આ કરાવવું જરૂરી છે.
ચોથો રિપોર્ટ જે જરૂરી છે તે છે બી એમ ડી સ્કેન એટલે બોન માસ ડેન્સિટી સ્કેન આજકાલ ફક્ત ૪૦ વર્ષની ઉપર નહીં પણ ૪૦ વર્ષની નીચેની સ્ત્રીઓમાં પણ હાડકાના દુખાવા સાંધાના દુખાવા શરીરના દુખાવા જેવી સમસ્યાઓ ખૂબ જ જોવા મળે છે જેનું મુખ્ય કારણ હોય છે.
કેલ્શિયમ ની ઉણપ માટે બી એમ ડી સ્કેન ૪૦ વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીએ કરાવવો જોઈએ આ ટેસ્ટ થી ખબર પડે છે કે તમારા હાડકાં માં કેલ્શિયમનું પ્રમાણ કેટલું છે જેના ઉપરથી ઈન્ડિવિજયુઅલાઇઝડ કેલ્શિયમ ની દવા કેટલી લેવી જોઈએ તેનો ખ્યાલ આવે છે.
માટે આ ટેસ્ટ કરાવીને ગાયનેક ડોક્ટરની સલાહ પ્રમાણે કેલ્શિયમ સપ્લિમેન્ટસ ચાલુ કરવા જોઈએ.
મેનોપોઝ એક એવો શબ્દ કે જે દરેક સ્ત્રીને ખૂબ જ હેરાન પરેશાન કરે છે 40 વર્ષની ઉંમરથી લઈને ૫૫ વર્ષની વચ્ચે કોઇ પણ ઉંમરે મેનોપોસ આવી શકે છે દરેક સ્ત્રી માટે આ સમય ગાળો અલગ અલગ હોય છે આ સમયગાળા દરમિયાન તમારા માસિક સ્ત્રાવના બંધ થવાથી લઈને તેનું અસંતુલિત થવુ ઇરેગ્યુલારિટી આવી એટલે કે તમારું માસિક અનિયમિત આવવું સાથે સાથે તમારા મૂળ ચેન્જીસ થવા એટલે કે કારણ વગર રડુ આવે કારણ વગર ગુસ્સો આવે ચીડિયાપણું થઈ જાય શરીરમાં ખૂબ જ ગરમી લાગે ખુબજ વજન વધવાની પ્રક્રિયા શરીરમાં થવા લાગે ખૂબ જ પ્રયત્ન કરવા છતાં પણ વજન ઘટતું નથી આ પ્રકારની નવી અલગ-અલગ સમસ્યાઓ દરેક સ્ત્રીમાં જોવા મળે છે જે મેનોપોઝ ને લગતી હોઈ શકે છે આના માટે સંપર્ક કરો તમારા ગાયનેક ડોક્ટર નો.
મેનોપોઝ ને લગતી સમસ્યાઓ સહન ના કરો તમારા ગાયનેક ડોક્ટર નો સંપર્ક કરો મુખ્યત્વે મેનોપોઝ ને લગતી સમસ્યાઓ નું નિવારણ બે પ્રકારે થાય છે એક છે હોર્મોનલ ટ્રીટમેન્ટ અને બીજી છે નોન હોર્મોનલ ટ્રીટમેન્ટ તમારા ડોક્ટર તમારું ચેક અપ કરીને નક્કી કરે છે કે તમને હોર્મોનલ ટ્રીટમેન્ટની જરૂર છે અથવા ફક્ત થોડાક વિટામિન અને પોષક તત્વોની ટ્રીટમેન્ટ સાથે તમારી તકલીફોનું નિદાન થઇ શકે છે માટે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.